ડ્રગ્સ કેસમાં NCBએ અટકાયતમાં લીધેલી કોમેડિયન ભારતી સિંહ અને તેનાં પતિ હર્ષને જામીન મળી ગઇ છે. આપને જણાવી દઇએ કે શનિવારે 21 નવેમ્બરનાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઇમાં ભારતીનાં ઘરે રેઇડ પાડી હતી. આ દરમિયાન ત્યાંથી ગાંજો મળ્યો હતો. પૂછપરછમાં ભારતી સિંહે કબૂલ કર્યું કે, તેણે ડ્રગ્સ લીધુ હતું.
કોમેડિયન ભારતી સિંહની આશરે 6 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી જે બાદ મોડી રાત્રે પતિ હર્ષની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. રવિવારનાં સૌથી પહેલાં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાનાં મેડિકલ અને કોરોના ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યાં હતાં. સવારે 11.30 વાગ્યે ભારતી અને હર્ષની કોર્ટમાં પેશી થઇ હતી.