દેશની રાજધાની દિલ્હીના બહારના વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત પાંચ યુવકો તેમની બલેનો કારમાં લગભગ 10 કિલોમીટર સુધી આ યુવતી ઘસડી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિત યુવતી એક કાર્યક્રમમાં ડ્યૂટી કરીને સ્કૂટીથી અમન વિહાર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહી હતી. આ ઘટના દરમિયાન પીડિતાના ઘણા હાડકાં તૂટી ગયા હતા અને એ પછી તેણીનું મૃત્યુ થયું હતું. ઘટનાસ્થળે રહેલા કેટલાક નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર પીડિતાની હાલત એવી થઈ ગઈ હતી કે તેના શરીર પર એક પણ કપડું પણ બચ્યું ન હતું.