દક્ષિણ મેક્સિકોમાં ડ્રગ ગેંગે ગોળીબાર કરીને ૨૦ લોકોને મોતને ઘૈાટ ઉતારી દીધા છે. મૃતકોમાં મેયર અને તેમના પિતા પણ સામેલ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પોતાને તેકિલેરોસ ગેંગના સભ્યો તરીકેની ઓળખ આપતા શખ્સોએ ગુરેઓ રાજ્યમાં બનેલી ગોળીબારની ઘટનાની જવાબદારી લીધી છે.
રાજ્યની સુરક્ષા કાઉન્સિલે જણાવ્યું હતું કે હુમલાખોરોએ ટાઉન હોલને નિશાન બનાવ્યું હતું. જેમાં મેયર તેમના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં હતાં.
સ્ટેટ એટર્ની જનરલ સેંડ્રા લુઝ વાલ્ડોવિનસે બુધવારે મોડી રાતે મિલેનિયો ટેલિવિઝનને જણાવ્યું હતું કે સૈન મિગુએલ તોતોલાપન શહેરમાં બંદૂકધારીઓના હુમલામાં ૨૦ લોકોનાં મોત થયા હતાં.