આ ઉનાળામાં તાપમાનનો પારો તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. અનેક રાજ્યોમાં હીટવેવ શરૂ થઇ ગઇ છે, દેશના મોટાભાગના વિસ્તારો હાલ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે ૧૪થી ૧૦ એપ્રીલ વચ્ચે આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ દેશના ૧૨૫ જિલ્લાઓ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે આ આંકડો માત્ર ૩૩ હતો, એટલે કે દુષ્કાળનો સામનો કરી રહેલા જિલ્લાઓમાં આ ઉનાળામાં અગાઉના ઉનાળાની સરખામણીએ ૨૭૯ ટકાનો વધારો જોવા મળ્યો છે.