કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં રાખતા સરકાર વાહન ચાલકોને મોટી રાહત આપી છે. સરકારે કોરોનાને કારણે તકેદારીની ભાગરૂપે ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહનના ડૉક્યુમેન્ટ્સની વેલિડિટી વધારીને 31 ડિસેમ્બર સુધી કરી દીધી છે.
હવે સરકારના નવા નિયમ અનુસાર, જે ડૉક્યુમેન્ટ્સની વેલિડિટી ગત 1 ફેબ્રુઆરીએ પતી ગઈ છે, તેમને હવે 31 ડિસેમ્બર સુધી વેલિડ માનવામાં આવશે.
અગાઉ સરકારે નિર્ણય કર્યો હતો કે, આગામી 30 સપ્ટેમ્બર સુધી ડ્રાઈવિંગ લાઈસન્સ અને વ્હીકલ ડૉક્યુમેન્ટ્સને માન્ય રાખ્યા હતા. જો કે હાલ કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે સરકારે આ મોટો નિર્ણય લીધો છે.
આ સતત ત્રીજી વખત છે, જ્યારે સરકારે વાહન સબંધી ડૉક્યુમેન્ટ્સની વેલિડિટી વધારી હોય. અગાઉ 30 માર્ચ અને 9 જૂને એડવાઈઝરી ઈસ્યૂ કરવામાં આવી હતી.
આ અંગે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે, મોટર વ્હિકલ એક્ટ 1988 અને કેન્દ્રીય મોટર વ્હીકલ રૂલ્સ 1989 અંતર્ગત ફિટનેસ, લાઈસન્સ, નોંધણી કે અન્ય ડૉક્યુમેન્ટ્સની માન્યતા 31 ડિસેમ્બર 2020 સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જે ડૉક્યુમેન્ટ્સની માન્યતા 1 ફેબ્રુઆરી 2020ના સમાપ્ત થઈ ગઈ હતી અથવા આગામી 31 ડિસેમ્બર સુધી સમાપ્ત થવાની હોય, તેમને 31 ડિસેમ્બર સુધી વેલિડ ગણવામાં આવશે. આ અંગે જે-તે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કે, આવા ડૉક્યુમેન્ટ્સને 31 ડિસેમ્બર સુધી વેલિડ માને.