ભારે વરસાદને કારણે ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીની આવક વધી છે. રાજ્યમાં 122 ડેમ તો સંપૂર્ણપણે ભરાઇ ચૂક્યા છે. નર્મદા ડેમની જળસપાટી પણ તેજ ગતિએ વધી રહી છે. અત્યાર સુધીમાં નર્મદા ડેમ 99 ટકા ભરાઈ ગયો છે. આ જોતાં આ વર્ષે પીવાના પાણીની સમસ્યા નહી રહે. જો કે, ઉત્તર ગુજરાતના ડેમો હજુ ભરાયા નથી. ગુજરાતમાં હાલ બધાં ડેમમાં કુલ મળીને 93.09 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે.