એક તરફ ગુજરાત સરકાર જળ સંચય માટે લાખો ખર્ચી રહી છે ત્યાં બીજી તરફ વાવમાં પીવાના પાણીની પાઇપ લાઇન તૂટી જવાથી પીવાનાં પાણીનો બગાડ થઇ રહ્યો છે. બનાસકાંઠાના વાવમાં ટેલીફોન એકચેન્જ પાસે પાઇપ તૂટી જતાં પીવાના પાણીનો બગાડ થઇ રહ્યો છે. નાગરિકો પાણી વગર હેરાન થઈ રહ્યાં છે. અહીંના અનેક ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી.