અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકામાં ખારીકટ કેનાલની આજુબાજુમાં આવેલા ગામોમાં પીવાનાં પાણીના બોરમાં કાળુ અને કેમિકલયુક્ત પાણી આવવાની ફરિયાદો ઉઠી છે. પાણી પીવાલાયક ન હોવાથી ગ્રામજનો ચામડી, પેટના વિવિધ રોગોના ભોગ બની રહ્યા છે. ખાસ કરીને ચોસર , ગામડી, દેવડી, રોપડા, ઇસ્ટોલાબાદ, લાલી, મહીજ વગેરે ગામોમાં સ્થિતિ વધુ ગંભીર હોવાનું ગ્રામજનોનું કહેવું છે.