ગુજરાતના મોટાભાગના ગામોમાં પીવાના પાણી માટે પોકાર પડી રહ્યાં હોવાના અહેવાલ છે. મોટા શહેરોમાં પાણીનો જથ્થો પૂરતો છે ત્યારે અંતરિયાળ ગામોમાં પીવાના પાણી માટે મહિલાઓને અનેક કિલોમીટર સુધી જવું પડી રહ્યું છે. સ્થાનિક તંત્રને પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા કરવા માટે ગાંધીનગરથી પણ સૂચના અપાઈ હોવા છતાં કેટલાક ગામડાંઓમાં હજુ તેનો અમલ થતો જોવા મળતો નથી તેવી વ્યાપક ફરિયાદો છે.