એનઆઇડીના વિદ્યાર્થીઓની દારૂની મહેફીલના ગણતરીના દિવસો થયા છે ત્યાં વસ્ત્રાપુરમાં કેશવબાગ પાર્ટી પ્લોટ પાસેના મયુર એપાર્ટમેન્ટમાં દારૂની મહેફીલ માણતા પાંચ વિદ્યાર્થીને દારૂના નશામાં પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પેઇંગગેસ્ટ તરીકે રહેતા વિદ્યાર્થીઓએ બર્થડેની પાર્ટીના બહાને દારુની મહેફીલનું આયોજન કર્યું હતું.