નવી મુંબઈના વાશીમાં ડાયરેકટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ આજે શનિવારે આયાતી સંતરાની એક ટ્રક આંતરી તેમાં છૂપાવેલ ૧૪૭૬ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. નવી મુંબઈમાંથી આટલી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પકડાયેલા ડ્રગ્સના જથ્થામાં ૧૯૮ કિલો ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મેથામ્ફેટામાઈનનો અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા નવ કિલો કોકેનનો સમાવેશ થાય છે.