કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી વધુ એક સોપારીકાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (DRI)એ સોપારી સ્મગલિંગના વધુ એક કારસાને રંગે હાથે ઝડપી પાડ્યો છે. DRIએ UAEથી ‘બેઝ ઓઈલ’ના ઓથા હેઠળ ભારતમાં મોકલવામાં આવેલી કરોડોની સોપારી ઝડપી પાડી છે. DRIએ ઝડપેલી સોપારીની કિંમત અંદાજે 5 કરોડ 71 લાખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. DRIની કામગીરીથી દાણચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.