કંડલામાંથી ડીઆરઆઈએ ડ્યુટીચોરીનું કૌભાંડ ઝડપ્યું છે. હાઇસ્પીડ ડિઝલને બેઝ ઓઇલ દર્શાવી આયાત કરવાનું કૌભાંડ ઝડપાયું છે. 26 કરોડનું ઓઇલ દુબઇથી કંડલા બંદરે ગેરકાયદે આયાત કરવામાં આવ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ડીઆરઆઈની તપાસમાં રૂપિયા 4.30 કરોડની ડ્યુટી ચોરી ઝડપાઇ હોવાનું જાણવા મળે છે.