લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર મુંબઈના દાદર-પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયક મંદિર ખાતે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આરાધ્ય દેવ ગણેશના દર્શન કરવા આવે છે. જ્યારે હવે સિદ્ધિવિનાયક મંદિરે આવતા દર્શનાર્થીઓને લઈને ડ્રેસ કોડ લાગુ કરાયો છે. જેમાં કોઈ શ્રદ્ધાળુ ડ્રેસ કોડનું પાલન નહીં કરે તેમને મંદિર પ્રશાસન મંદિરમાં જવાની અનુમતિ આપશે નહીં.