સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા બુધવારે આંધ્રપ્રદેશના કુરનૂલમાં મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું સફળ પરીક્ષણ કર્યું છે. ત્રીજા પરીક્ષણમાં આ મિસાઈલ સફળ સાબિત થઈ છે. સેના દ્વારા થર્ડ જનરેશન એન્ટી કેન્ટ ગાઈડેડ મિસાઈલની કરાયેલી માગને અનુલક્ષીને આ મિસાઈલ તૈયાર કરાઈ છે.
પરીક્ષણ દરમિયાન મિસાઈલને એક ટ્રાઈપોડ પરથી ફાયર કરવામાં આવી હતી અને તેના નિશાન પર એક ટેન્ક રાખવામાં આવી હતી. મિસાઈલે ટોપ એટેક મોડમાં અચૂક નિશાન સાધ્યું હતું અને ટેન્કને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખી હતી.