-
રામ મંદિરના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પડેલા અને વિશ્વ હિન્દુ પરિષદમાંથી હાંકી કઢાયેલા એક સમયના ઝુઝારૂ નેતા ડો. પ્રવીણ તોગડિયા હવે નવા રૂપમાં મેદાનમાં આવી રહ્યાં છે. 24 જૂને તો હિન્દુ માટે નવા સંગઠનની રચના કરીને 26મીએ શોર્ય વાહન યાત્રા લઇને રામ લલ્લાના દર્શન માટે અયોધ્યા જવાના છે ત્યારે યુપીમાં ભાજપના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર સાથે તેમનો સીધો ટકરાવ થવાની શક્યતા છે. સૂત્રો કહે છે કે તોગડિયાને કાફલાને અટકાવતાં પોલીસ અને તોગડિયાના સમર્થકો વચ્ચે ઘર્ષણ થવાની પૂરાપૂરી શક્યતા જોવામાં આવી રહી છે.