1915માં મહાત્મા ગાંધીનું હિંદ પ્રત્યાગમન યુગ પરિર્વતક ઘટના છે. ગાંધીજી એ હિંદદર્શન અને લોકકલ્યાણની ભાવનાથી 34,361 કિ.મીની પૂજ્યભાવે પરિક્રમા કરી હતી, જેનું ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી રસપ્રદ આલેખન કરતું પુસ્તક ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી લિખિત ‘મહાત્માની પરિક્રમા’નું લોકાર્પણ અમદાવાદના ગુજરાત ક્લબ ખાતે પરમ પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર સંજયપ્રસાદ, IASએ રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું.
આ પ્રસંગે મિ. એમ કે. ગાંધીને ‘મહાત્મા’ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ‘શેઠ મંગળદાસ ગીરધરદાસ, શેઠ અંબાલાલ સારાભાઇ, સરદાર વલ્લભ ભાઈ પટેલ, ડૉ હરિપ્રસાદ દેસાઈ, પ્રિતમરાય દેસાઈ, બેરિસ્ટર જીવણલાલ દેસાઈ, મહાદેવ દેસાઈ, ડાહ્યભાઈ મહેતા, સુરેન્દ્ર મેઢ, રમણભાઈ નીલકંઠ, દૂદાભાઈ દાફડા, કાળીદાસ ઝવેરી, કવિ ન્હાનાલાલ, કવિ નરસિંહરાવ ભોળનાથ, કાકાસાહેબ કાલેલકર અને રવિશંકર મહારાજ’ના વંશજોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.