ગુજરાતના પૂર્વમંત્રી માયાબેન કોડનાનીના પતિએ નરોડા ગામ હત્યાકાંડ કેસમાં કોર્ટની જુબાનીમાં કહ્યું કે, માયાબેન 28 ફેબ્રુઆરીએ સ્થળ પર ન હતા, તે સૈજપુરમાં પ્રસૂતિ કરાવી રહ્યા હતા.પતિ સુરેન્દ્ર કોડનાનીએ તે દિવસે પત્નિના સંપર્કમાં હોવાનો દાવો કરતાં કહ્યું કે માયાબેન સવારે વિધાનસભા બાદ સૈજપુર ક્લિનિક ગયેલા. જો કે, પ્રસૂતિના બિલની રિસિપ્ટ માંગતા કહ્યું કે આવી રિસિપ્ટ આપતા નથી.