રાજ્યમાં ચૂંટણીનો માહોલ જમ્યો છે. રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે આ માહોલ વચ્ચે ચૂંટણીના ઉમેદવાર એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાની એક પણ તક ચૂંકી રહ્યા નથી. હવે, કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાનો (Dr. Mansukh Mandaviya) વર્ષો જૂનો વીડિયો વાઈરલ કરી તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવતા પોરબંદર જિલ્લા ભાજપ (Porbandar district BJP) દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે.