DPS ઈસ્ટ શાળાની ખોટી NOC રજૂ કરી છેતરપિંડી કરવાના ગુનામાં ગુજરાત હાઈકોર્ટે મંજુલા પૂજા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆને વચગાળાની રાહત આપી છે. આ ત્રણેય આરોપીઓની 7 જાન્યુઆરી સુધી ધરપકડ નહીં કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. આમ હવે આ અંગે 7 જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
આ ત્રણેય જણ એ આગોતરા જામીન અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, તેઓ સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેમની મિલકતો પણ અમદાવાદમાં છે તેઓ તપાસમાં પૂરો સહકાર આપી રહ્યા છે તેથી તેમને આગોતરા જામીન મળવા જોઇએ.