અમદાવાદ શહેરના હીરાપુર વિસ્તારની ડીપીએસ-ઈસ્ટ સ્કૂલ દ્વારા સીબીએસઈનું જોડાણ મેળવવા તૈયાર કરેલી બોગસ NOCનું રહસ્ય હવે તત્કાલીન પ્રિન્સિપાલ અનિતા દુઆની પુછપરછથી જ ખુલી શકે તેવા સંકેતો મળી રહ્યાં છે. કારણ કે, ડીપીએસઈ સ્કૂલ દ્વારા સીબીએસઈમાં રજૂ કરેલા NOCની કોપીમા તત્કાલીન પ્રિન્સિપાલ અનિતા દુઆના હસ્તાક્ષર છે. જેથી આ બોગસ એનઓસી પર હસ્તાક્ષર કરવા માટે કોઈએ દબાણ કર્યુ હતુ કે પ્રિન્સિપાલને એનઓસી બોગસ હોવા અંગે અંધારામાં રાખવામાં આવ્યાં હતા તે એક રહસ્ય છે. જે પ્રિન્સિપાલ જ જણાવી શકે છે.