રાજકોટ જિલ્લાના ખીજળીયા ગામે શંકાસ્પદ કોંગો ફિવરનો કેસ નોંધાયો છે. જેને પગલે 45 વર્ષીય એક મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. લોહીના સેમ્પલ રિપોર્ટ માટે પૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. તબીબો અને તંત્રે હાલ મહિલાની તબિયત સુધારવા તમામ પગલાં લેવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે.