દૂરદર્શનનો લોગો બદલાશે. દૂરદર્શન યુવા વર્ગને આકર્ષવા માગે છે, તેથી તે જૂના લોગોને તિલાંજલી આપશે. 1959થી દૂરદર્શનનો આ લોગો છે. દૂરદર્શને લોગો બદલવા માટેની કવાયત શરુ કરી છે અને તેની નવી ડિઝાઈન માટે સ્પર્ધા આયોજીત કરી છે. વિજેતાને લાખ રુપિયાનું ઈનામ અપાશે.