જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35-A હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને લાઇન ઓફ કંટ્રોલ (LOC)ની મુલાકાત પણ લીધી હતી. જ્યારે બીજી તરફ પાકિસ્તાની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ફાયરિંગ કરી રહી છે. આ પરિસ્થિતિઓ વચ્ચે શનિવારે નોર્દર્ન કમાંડના જનરલ ઓફિસર કમાંડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે પણ LOCની મુલાકાત લીધી.
લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે રાજૌરીના સુંદરબની સેક્ટરના એડવાન્સ ચેકપોઇન્ટ્સનું નિરીક્ષણ કર્યું. નોર્દર્ન કમાંડના જનરલ ઓફિસર કમાંડિંગ ઇન ચીફે કહ્યું કે સરહદ પાર કેટલાક એવા નેતા છે જે પાક અધિકૃત કાશ્મીરના લોકોને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે. તેમને કહ્યું કે પાક સેના POKના લોકોને LOCના નજીક આવવા માટે ઉપયોગ કરવાની કોશિશ કરી રહી છે.