અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 23 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે અને 24 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હ્યૂસ્ટનમાં 'હાઉડી મોદી' ઈવેન્ટ (22 સપ્ટેમ્બર) પછી ન્યૂયોર્કમાં ટ્રમ્પ-મોદીની મુલાકાત થશે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભનું 74મું સત્ર પણ યોજાશે.