24 તારીખે અમેરિકા રાષ્ટ્રપતિ અમદાવાદના મહેમાન બની રહ્યાં છે. મોટેરા સ્ટેડિયમમાં "કેમ છો ટ્રમ્પ" નામે તેનો કાર્યક્રમ યોજાવવાનો હતો. જોકે હવે આ નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાર્યક્રમના પ્રચાર પ્રસાર માટેનું નવા નામનું મટિરિયલ સોમવાર સુધીમાં તૈયાર થઇ જશે. સૌશિયલ મીડિયા પર પણ "નમસ્તે ટ્રમ્પ"ના નામ પરથી પોસ્ટર વાયરલ થયા છે.
ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમે આ અંગે જણાવ્યું હતુ કે, “ ભારત સરકાર દ્વારા અમને ‘નમસ્તે ટ્રમ્પ’ થીમ અંગે સૂચન કર્યું છે અને આ કાર્યક્રમ દરમિયાનના તમામ કેમ્પેઈન માટે પણ માર્ગદર્શન કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે.
તો આ કારણે કાર્યક્રમનું નામ બદલવામાં આવ્યું
કેમ છો ટ્રમ્પ શબ્દ સાથે ટ્રમ્પનું સ્વાગત કરવાનો પ્લાન હતો, જોકે, હવે નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પ પ્રયોગ સાથે તેમનું સ્વાગત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને આ ભવ્ય કાર્યક્રમ રાજ્ય પૂરતો સિમિત ના રહે અને તેને નેશનલ કવરેજ મળી રહે.