હિંદુ દેવી-દેવતાના અપમાનને મુદ્દે વિવાદોમાં ઘેરાયેલી સૈફઅલી ખાનની મુખ્ય ભૂમિકા ધરાવતી વેબસિરીઝ ‘તાંડવ’ને મુદ્દે એમેઝોન પ્રાઇમની મુશ્કેલી વધી ચૂકી છે. આ મુદ્દે વિવાદ વધતો જ જાય છે. તાજેતરમાં લખનઉના હજરતગંજ પોલીસ મથકમાં એમેઝોન પ્રાઇમ ઇન્ડિયાના મૂળ કન્ટેન્ટ હેડ અરુણા પુરોહિત, સિરીઝના દિગ્દર્શક અલી અબ્બાસ જફર, નિર્માતા હિમાંશુ કૃષ્ણ મિશ્રા અને લેખક ગૌરવ સોલંકી વિરુદ્ધ રવિવારે રાતે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.