ઓલ ઈંડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ' (એઆઈએમપીએલબી)ના સભ્ય મૌલાના ખાલીદ રશીદ ફરેગી મહલીએ 'નાગરિકતા સંશોધન અધિનિયમ' (૨૦૧૯) સીએએ અંગે મુસ્લીમ સમાજને અપીલ કરી છે કે સીએએથી ગભરાવાની કોઈ જરૂર નથી. હું સૌ કોઈને શાંતિ રાખવા વિનંતિ કરૃં છું. મસ્જિદોનો ઉપયોગ નમાઝ અદા કરવા માટે જ કરવાનો હોય છે. કોઈ પ્રકારનાં વિરોધ પ્રદર્શનો માટે નહીં.