કર્ણાટકની સ્કૂલ-કોલેજોમાં હિજાબ પહેરવા પર હાઈકોર્ટના વચગાળાના પ્રતિબંધના વિરોધમાં દાખલ થયેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરતાં સુપ્રીમ કોર્ટે અરજદારોને આ મુદ્દાને આખા દેશમાં ન ફેલાવવા સલાહ આપી હતી. આ સાથે કોર્ટે કહ્યું કે કર્ણાટકમાં ચાલતા આ વિવાદ પર અમારી નજર છે અને અમે યોગ્ય સમયે તેની સુનાવણી કરીશું. દરમિયાન કર્ણાટકના ઉડુપીથી શરૂ થયેલો હિજાબનો વિવાદ હવે આખા દેશમાં ફેલાયો છે અને ઉત્તર પ્રદેશના અલિગઢથી મહારાષ્ટ્રના માલેગાંવ સુધી મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરવાના અધિકાર માટે દેખાવો કરતાં રસ્તા પર ઉતરી આવી હતી.