ખેડૂતોના ભારે વિરોધને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી હતી. એવામાં આ મામલો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદાઓને લઇને એક પેનલની રચના કરવામાં આવી હતી. આ પેનલા સભ્ય અનિલ ઘનવટે કૃષિ કાયદાઓનું સમર્થન કર્યું હતું સાથે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે કૃષિ કાયદા અંગેનો જે રિપોર્ટ પેનલે તૈયાર કર્યો છે તેને વહેલી તકે જાહેર કરવામાં આવે.
અનિલ ઘનવટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને આ રિપોર્ટ વહેલી તકે જાહેર કરવાની અપીલ કરી છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કૃષિ કાયદાના ઘણા ફાયદા છે.