કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારેસાવચેતીના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. જે પ્રમાણે ચારેય મહાનગરોમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે એવી પણ હવા ચાલી રહી છે કે કોરોનાને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર ફરીથી લૉકડાઉન લગાવી શકે છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટલે કે બુધવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સ્પષ્ટતા કરી હતી કે લોકો સોશિયલ મીડિયા પર ફરતી અલગ અલગ અફવાઓ પર ધ્યાન ન આપે. સરકાર કોઈ નિર્ણય લેશે તો તેની જાહેરાત કરશે.