વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુરમાં શુક્રવારે ભાજપની રાષ્ટ્રીય કારોબારીને સંબોધન કરતાં કાર્યકરોને વિકાસના મુદ્દે અડગ રહેવા અને મીડિયામાં બફાટ નહીં કરવાની સલાહ આપી હતી. કોઈ તમારું ધ્યાન ભટકાવવાનો લાખ પ્રયાસ કરે પરંતુ તમારે વિકાસના મુદ્દા પર ટકી રહેવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના નેતાઓ અને કાર્યકરોને વાણી પર નિયંત્રણ રાખવાની સલાહ આપતા કહ્યું કે, જીભને લપસવા દેવાની નથી. હું તમને સાવધ કરું છું કે કેટલાક પક્ષોની ઈકો સિસ્ટમ દેશના મુખ્ય મુદ્દાઓથી તમને ભટકાવવામાં કાર્યરત છે. પરંતુ આપણે આવા પક્ષોની જાળમાં ફસાવાનું નથી. આપણે દેશના વિકાસના વિષયો પર જ ટકી રહેવાનું છે. હું જાણું છું કે તમે ૨૦૧૪ પછી આપણી સરકારના સારા કામો અંગે વાત કરશો તો તે અખબારોમાં પહેલા પાના પર નહીં છપાય. તમે આયુષ્માન કાર્ડ અને જનઔષધિ કેન્દ્રોની વાત કરશો તો કદાચ મીડિયામાં નહીં આવે. તમે સારા કામ કરશો તો હેડલાઈન નહીં બને, પરંતુ તેમ છતાં આપણે મુદ્દાઓ પર ટકી રહેવાનું છે.