બિહારમાં મચી રહેલાં રાજકીય ઘમસાણ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કહ્યું હતું કે તેમની પાર્ટી બિહારનાં રાજકીય સંકટ વચ્ચે પણ ઇંડિયા ગઠબંધનમાં રહેલા મતભેદો દૂર કરી તેને એકજૂથ રાખવા માગીએ છીએ. આ સાથે તેઓએ કહ્યું નીતીશકુમાર જનતા દળ (યુ) છોડવાના છે, તે વિષે પણ અમને કોઈ માહિતી નથી. તેઓએ તેમ પણ કહ્યું કે મેં નીતીશકુમારને પત્ર લખ્યો છે અને તેમાં વાતચીત કરવા તેઓને અનુરોધ કર્યો છે.