NEET પરીક્ષાને લઈને NTA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓનો પૂર આવ્યો છે. મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલુ છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને લઈને સુનાવણી પણ હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નીટની પરીક્ષા રદ કરવા અને કાઉન્સિલિંગ પર રોક લગાવવાની દલીલ ફગાવી દીધી હતી અને નોટિસ ઈશ્યૂ કરીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે જવાબની માગ કરી હતી. હવે આ મામલે આગામી 8 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે.