ઉત્તર પ્રદેશના મહાકુંભ મેળાના સમગ્ર વિસ્તારનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન તેમણે એક મોટુ નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે કોઇ પણ વિવાદિત ઢાંચાને મસ્જિદ ના બોલવું જોઇએ. જે દિવસથી મસ્જિદ બોલવાનું બંધ કરી દઇશું તે દિવસથી લોકો જવાનું બંધ કરી દેશે. કોઇની આસ્થાને ઠેસ પહોંચાડીને ત્યાં મસ્જિદ કે તેના જેવો ઢાંચો ઉભો કરી નાખવો તે ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે. આવા કોઇ પણ સ્થળે થતી ઇબાદત ખુદા નથી સ્વીકારતા.