ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની માગણી સાથે દિલ્હી નજીક ગાઝીપુર, શાહજહાંપુર, ટીકરી અને સિંઘુ સરહદે ૧૦૦ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલું ખેડૂત આંદોલન નબળું પડવા લાગ્યું છે. સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ ઉપરાંત ખેડૂત નેતા રાકેશ ટિકૈત આંદોલનની સફળતા અંગે ગમે તેટલા દાવા કરે, પરંતુ હકીકત એ છે કે દિલ્હીની સરહદે આંદોલન સ્થળો પર ખેડૂતોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આવા સમયે ખેડૂત નેતાઓ ધિરજ ગુમાવી રહ્યા છે. ખેડૂત આંદોલનનો પ્રમુખ ચહેરો બની ગયેલા રાકેશ ટિકૈતે ગુરુવારે કહ્યું કે, ખેડૂતોની માગણી દિલ્હી એમ જ નહીં માને, તેના માટે લડાઈ લડવી પડશે. ચઢાઈ વિના દિલ્હી નહીં માને.