અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગુ કરતાં ડોલર ઈન્ડેક્સ અને ક્રૂડ ઓઈલ કડડભૂસ થયા છે. જેનો સીધો લાભ ભારતીય રૂપિયાને થયો છે. આજે ડોલર સામે રૂપિયો 40 પૈસા સુધરી 85ની સપાટી અંદર પહોંચ્યો હતો. આ સાથે ભારતીય રૂપિયો આજે ડોલર સામે ત્રણ માસની ટોચે નોંધાયો છે