રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ અર્થવ્યવસ્થા ને મસમોટો ફટકો પડ્યો છે. રશિયાએ નેચરલ ગેસની ચૂકવણી રૂબલ માં કરવાનું ફરમાન બહાર પાડતા રશિયન કરન્સી પણ હવે ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જોકે ડોલરની પણ ચાલ મક્કમ જોવા મળી રહી છે. અમેરિકન કરન્સી શુક્રવારના સત્રમાં 20 વર્ષની ટોચે પહોંચી છે.
યુએસ ડોલર ગુરૂવારે 2002 પછી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ડોલરની મજબૂતીનું કારણ બેંક ઓફ જાપાનની નાણાંકીય નીતિ. જાપાનની સેન્ટ્રલ બેંકે અર્થવ્યવસ્થાને સપોર્ટ કરવા માટે હળવી મોનિટરી પોલિસી સાથે નીચા વ્યાજદર જાળવી રાખવાની મક્કમતા યેનની સામે ડોલરને મજબૂતી આપી રહી છે.