વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર અને પોતાની સરકારના 75 મહત્વના દિવસો અંગે વિસ્તારપૂર્વત વાતચીત કરી છે. સામાન્ય રીતે દરેક સરકાર 100 દિવસ બાદ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ રજૂ કરતી હોય છે, પરંતુ પીએમ મોદીએ 75 દિવસે જ પોતાનો રિપોર્ટ કાર્ડ લોકો સામે મુકી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચાર એજન્સી IANSને વડાપ્રધાન પદે ચૂંટાયા પછી પ્રથમ ઈન્ટરવ્યુ આપ્યો છે.
સવાલઃ તમારો બીજો કાર્યકાળ કેવી રીતે અલગ છે?
જવાબઃ અમારી સરકારે પ્રથમ 75 દિવસમાં જ અસંખ્ય કામ કરી નાખ્યા છે. બાળકોની સુરક્ષાથી માંડીને ચંદ્રયાન-2, ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીથી માંડીને મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાક જેવા દુષણમાંથી મુક્તિ અપાવવી, કાશ્મીરથી માંડીને કિસાન સુધી અમે એ બધું જ કરીને બતાવ્યું, જે એક સ્પષ્ટ બહુમત ધરાવતી સરકાર કરી શકે છે. અમે પાણીનો પુરવઠો સુધારવા અને પાણીના સંગ્રહને વધારવાના દૃષ્ટિકોણ સાથે 'જલશક્તિ મંત્રાલય'ની રચના કરી છે.
સવાલઃ શું સરકાર દ્વારા આટલી ઝડપથી કાર્યવાહીનું મુખ્ય કારણ પ્રથમ કાર્યકાળ કરતાં વધુ બહુમત સાથે સત્તામાં પાછા ફરવું છે? શું તમે આગામી પાંચ વર્ષમાં શું થવાનું છે તેનો સંદેશો આપવા માગો છો?
જવાબઃ વડાપ્રધાને આ વાતનો સ્વીકાર કરતા જણાવ્યું કે, "અમને જે રીતે બહુમત પ્રાપ્ત થયો તેનું પણ આ પરિણામ છે. અમે છેલ્લા 75 દિવસમાં જે પ્રાપ્ત કર્યું છે, તે અગાઉના પાંચ વર્ષના કાર્યકાળમાં અમે જે પાયો નાખ્યો હતો તેનું પરિણામ છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેક સુધારા કરાયા હતા, જેના કારણે દેશ આજે તેજ ગતિએ આગળ વધવા માટે તૈયાર છે. તેમાં પ્રજાની આકાંક્ષાઓ જોડાયેલી છે."
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, "17મી લોકસભાના પ્રથમ સત્રમાં એક રેકોર્ડ બન્યો છે. 1952થી માંડીને અત્યાર સુધીનું આ સૌથી ફળદાયી સત્ર રહ્યું છે. મારી દૃષ્ટિએ આ કોઈ નાની ઉપલબ્ધી નથી. અનેક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. જેમાં ખેડૂતો અને વેપારીઓ માટે પેન્શન યોજના, મેડિકલ ક્ષેત્રમાં સુધારા, દેવાળું ફૂંકનારી કંપનીઓ અંગેના કાયદામાં મહત્વનું સંશોધન, શ્રમ સુધારાની શરૂઆત. સમયનો કોઈ વેડફાટ નહીં. કોઈ લાંબો વિચાર કર્યો નથી. સાહસિક નિર્ણય લીધા છે. કાશ્મીરના નિર્ણય જેટલો મોટો નિર્ણય બીજો કોઈ હોઈ શકે નહીં."