યોગ ગુરૂ બાબા રામદેવના ડૉક્ટર્સ અંગેના નિવેદનને લઈ ભારે ઘમસાણ મચ્યું છે અને દરરોજ બાબા રામદેવની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ અસોશિએશન (આઈએમએ) બાદ હવે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ અસોશિએશને (એફએઆઈએમએ) પણ બાબાને કાયદાકીય નોટિસ મોકલી છે. ત્યારે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ અસોશિએશન ઈન્ડિયા (ફોર્ડા)એ 1 જૂનના રોજ દેશભરમાં બ્લેક ડે ઉજવવાની જાહેરાત કરી છે.
કોરોના વેક્સિનેશન અને એલોપથી અંગેના બાબા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમના વિરૂદ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ તેજ કરવાની જાહેરાત કરી છે. ફોર્ડાના અધ્યક્ષ ડૉક્ટર મનીષના કહેવા પ્રમાણે સંસ્થા સાથે સંકળાયેલા દેશના તમામ રેજિડેન્ટ ડૉક્ટર્સ અસોશિએશન (આરડીએ) 1 જૂનના રોજ બ્લેક ડે ઉજવશે.