આર્યુવેદ(Ayurveda) ના તબીબોને સર્જરીકરવાના અધિકારની વિરુદ્ધ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને (IMA)આજે દેશભરમાં હડતાળની જાહેરાત કરી છે. જેને પગલે આજે દેશભરમાં એલોપથી ડોક્ટર હડતાળ પર ઉતર્યાં છે. તેની સીધી અસર હોસ્પિટલની ઓપીડી પર પડી છે. જોકે, હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ અને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર રાબેતામુજબ ચાલુ છે.
આર્યુવેદના તબીબોને સર્જરીનો હક અપવાથી નારાજ છે IMA
ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોની આજે હડતાળ સરકારના એ આદેશની વિરુદ્ધમાં છે, જેમાં સરકારે આર્યુવેદના ડોક્ટરોને નાક, કાન, ગળા જેવી 58 પ્રકારના સામાન્ય ઉપચારના સર્જરીને પરમિશન આપી છે. IMA એ આ અધ્યાદેશને મેડિકલ પ્રોફેશનના વિરોધી બતાવીને તેને પરત લેવાની માંગ કરી છે. IMA નું કહેવુ છે કે, આ અધ્યાદેશથી દેશમાં સારવારની ક્વોલિટી પર અસર પડશે અને ઝોલાછાપ ડોક્ટરોને પ્રોત્સાહન મળશે. સીસીઆએમએ 20 નવેમ્બર 2020ના રોજ આ સૂચના જાહેર કરી હતી.