વ્યારાની મહાવીર હોસ્પિટલમાં દર્દીના ખોટા ઓપરેશન પ્રકરણમાં તબીબના પ્રતિનિધિએ મૃતકના પરિવારને 20 લાખની ઓફર કરી. મૃતકના પત્નિએ આ ઓડિયો જાહેર કર્યો. આદિવાસી મહિલાએ ઓડિઓ જાહેર કરી પ્રકરણની તપાસ કરવાની માગ કરી.તેમણે સરકારને આ હોસ્પિટલ બંધ કરવા માટે પણ અપીલ કરી. અગાઉ મેડિકલ કાઉન્સિલમાં આ અંગે ફરિયાદ કરાયેલી પણ કોઈ પગલાં ભરાયા નહોતા.