સુરતના એક તબીબે ચાલુ ફ્લાઇટે એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. લંડનથી મિનેપોલિસ જઇ રહેલી ફ્લાઇટમાં અચાનક જ 76 વર્ષના અમેરિકન નાગરિકની તબિયત લથડી પડી હતી. ફ્લાઇટ 35000 ફિટની ઉંચાઇ પર હતી ત્યારે જીમ રોઝરનું બ્લડ પ્રેસર વધતા આંખમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ જ ફ્લાઇટમાં સવાર સુરતના ડૉક્ટર આદિત્ય શાહે એકપણ પળ બગાડ્યા વિના આ કેસ પોતાના હાથમાં લઇ લીધો.