ગોરખપુર BRD મેડિકલ કોલેજના સસ્પેન્ડ ડોક્ટર કફીલ ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. અલીગઢમાં આપવામાં આવેલા એક ભડકાઉ ભાષણના આધારે ઉત્તર પ્રદેશ પોલીસની STFએ તેમની ધરપકડ કરી છે. કફીલ ખાન પર આરોપ છે કે, તેમણે 12 ડિસેમ્બરે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં (AMU) નાગરિક્તા સંશોધન કાયદા (CAA) અને NRC વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિવાદિત ભાષણ આપ્યું હતું.