વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યાં છે, ત્યારે AAPના નેતા અને કાર્યકરો દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત, ભાવનગર, ભરૂચ સહિતના જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરીને દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સગીર સાથે દુષ્કર્મના બનાવની મોટી ઘટનાને લઈને AAP દ્વારા 'ગૃહમંત્રી તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે, ગૃહમંત્રી ફાંકા-ફોજદારી બંધ કરે...' તેવા બેનર સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરવામાં આવી.