કેન્દ્ર સરકારે નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા છે જેનો તમામ રાજ્યોની સરકારે અમલ કરવાનો છે. ગુજરાત રાજ્યમાં પણ કેન્દ્રનાં પરિપત્રનાં અમલીકરણની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે, રાજ્યમાં અંદાજે એક હજાર જેટલા પીયુસી સેન્ટર્સ છે. જે માંગનાં પ્રમાણમાં ઘણાં ઓછા છે. જેથી વધુ એક હજાર જેટલા પીયુસી સેન્ટર ખોલવા માટે રાજ્ય સરકાર મંજૂરીઓ આપવા માટે તલપાપડ છે. પીયુસી સેન્ટર ખોલવા માટેના અટપટા નિયમોને કારણે એક હજારની માંંગ સામે માત્ર 30 અરજી રાજ્ય સરકારને મળી છે. જેથી પીયુસીના નિયમો હળવા કરવાની રાજ્ય સરકારને ફરજ પડી છે. પીયુસીના નિયમોમાં વિશેષ સુધારા સાથેનો પરિપત્ર જાહેર કર્યો છે.
1- સેન્ટરની જગ્યા માલિકીની અથવા લીઝ પર લીધેલી હોવી જોઇએ.
2-અરજદારે ઓછામાં ઓછા 1 ગેસ એનલાઇઝર અથવા એક ધુમાડાનું મીટર કોમ્પ્યુટર જોડાણ કેમેરા સાથે ફીટ કરેલું હોવું જોઇએ.
3- ટેકનિશિયન ધોરણ 10 પાસ તથા ટેકનિકલ કોર્સ પાસ કરેલો હોવો જોઇએ.
અરજદારની અરજી મંજૂર થયા બાદ અરજદારે આ વાતોની બાંહેધરી આપવી પડશે.
1- રુપિયા 15 હજારની સિક્યોરિટી ડીપોઝીટ
2- મશીન ખરીદીના બિલોની સ્વપ્રમાણિત નકલ
3-મશીનનુ અપગ્રેડેશન અને કેલીબ્રેશન સર્ટીફિકેટ
4-વાહન 4.0 સાથે ઇન્ટીગ્રેશન કર્યાનો પૂરાવો
5-કોમ્પ્યુટર કેમેરા, પ્રિન્ટર, ખરીદી કર્યાના બિલની કોપી
6- પીયુસી મશીનની ટેસ્ટીંગ એજન્સીનુ પ્રમાણ પત્ર