Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

- રમેશ તન્ના 

ગુજરાતી ભાષાના ઉત્તમ કવિ ઉમાશંકર જોશીની સામાજિક પ્રતિબદ્ધતા માત્ર કવિતાઓમાં કે હૃદયમાં જ નહોતી. ઉત્તમ કવિતાની રચના કરીને બેસી રહેવું તેમાં જ તેઓ સર્જક તરીકેની પોતાની ઈતિશ્રી માની લેતા નહોતા. પોતાને ભવિષ્યની પેઢીઓ કેવી રીતે ઓળખશે એ સંદર્ભમાં ઉમાશંકર જોશીએ એક વખત કહ્યું હતું કે 'જાહેરજીવનના પ્રશ્નોમાં સંકળાયેલા (involved) હોવાં છતાં, અથવા એ કારણે જ, એક કવિ તરીકે થોડાં ઊર્મિકાવ્યો લખ્યાં, અને કવિતા તેમજ નાટકમાં મહત્ત્વનું અર્પણ કર્યું. સારું ગદ્ય થોડું લખ્યું અને સૌંદર્ય તેમજ પરિપ્રેક્ષ્યની સમજ માટે કદાચ વંચાય' આ હતું તેમનું નિવેદન.
લગભગ ચાર દાયકા (1947-1984) સુધી તેમણે 'સંસ્કૃતિ' સામયિકનું સંપાદન કર્યું. 'સંસ્કૃતિ' સામયિક ગુજરાતી પત્રકારત્વનું ઝળહળતું પ્રકરણ છે. કવિ ઉમાશંકર જોશીની નીચે ભલે આપણને તંત્રી-સંપાદક ઉમાશંકર જોશી ઢંકાઈ ગયેલા લાગે, પરંતુ તેમનું પત્રકારત્વનું પ્રદાન માતબર અને નોંધપાત્ર છે. મહત્ત્વના સાંપ્રત વિષયો પર તેમણે પ્રતિભાવ ના આપ્યો હોય તેવું કદીય ના બન્યું. સાંપ્રત વિષયો પર વિચાર કેવી રીતે રજૂ કરાય તે જોવું અને સમજવું હોય તો ઉમાશંકર જોશીના તંત્રી લેખો વાંચવા જોઈએ. તેનું સમયરંગ નામનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. (હું પત્રકારત્વમાં ભણતો હતો ત્યારે સમયરંગ પુસ્તક અમારા અભ્યાસક્રમનો એક ભાગ હતું.) સંસ્કૃતિનો પ્રથમ અંક પ્રકાશિત થયો ત્યારે તેનો કાગળ એટલો સરસ હતો કે કવિએ નોંધ લખી હતી કે મારું કોઈ પુસ્તક એટલા મોંઘા અને સારા કાગળ પર પ્રકાશિત થયું નહોતું. કાગળ તો ઉત્તમ હતો જ, પણ તેનાથીય ચડિયાતી હતી સામગ્રી. પત્રકારત્વનો શબ્દ આટલો ઉજળો હોઈ શકે તે આપણને સંસ્કૃતિના લેખો વાંચીને સમજાય.
કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૃવાળા અને નરહરિભાઈ પરીખ કવિને મળવા તેમના નિવાસસ્થાન સેતુમાં આવ્યા ત્યારે, વડોદરાથી છપાઈને આવેલા સંસ્કૃતિના અંકોનું પેકેટ ખોલાયું. એ રીતે સંસ્કૃતિનું ઉદઘાટન થયું હતું. સંસ્કૃતિમાં આપણને ઉમાશંકર જોશીના ગદ્યની વિવિધ છટાઓ વાંચવા મળે છે.
******* 
ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડામાં 1911માં જન્મેલા કવિ ઉમાશંકર જોશીએ ડુંગરિયાળ પ્રદેશની પ્રકૃતિ અને ગામડાઓનાં સામાજિક જીવન તેમજ મેળાઓ, ઉત્સવોમાંથી શબ્દસર્જનની પ્રેરણા મેળવી. ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાઈને તેમણે ઇતિહાસના વિશાળ ફલકની સમજ કેળવી. વીસમી સદીના દેશના અને દુનિયાના પ્રશ્નો-- સામાજિક અસમાનતાથી માંડીને અણુયુદ્ધના વિષમતા --ના પડકારોને એક કલાકાર તરીકે ઝીલવાનો પ્રયત્ન કર્યો, વીસમી સદીમાં અનેકરૂપે પ્રગટ થયેલી હિંસા અને બધાના કેન્દ્રમાં રહેલી મનુષ્ય માટેની નિસબત એ એમના સમગ્ર જીવન અને સર્જનની સામાન્ય વૈચારિક ભૂમિ રહી.

સમગ્ર જીવન દરમ્યાન તેમણે કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી નાટકો, નિબંધો, પ્રવાસવર્ણનો, ચરિત્ર રેખાંકનો, વિવેચનનાં પુસ્તકો તેમજ શિક્ષણ, સમાજ, રાજકારણ, અને સમકાલીન બનાવો વિશે અસંખ્ય લખાણો પ્રગટ કર્યાં હતાં. પોતે સ્થાપેલા ગંગોત્રી ટ્રસ્ટના નેજા હેઠળ ભારતની તેમજ વિદેશી ભાષાઓની કૃતિઓના અનુવાદિત પુસ્તકો પ્રગટ કર્યાં હતાં.

એક સાહિત્યકાર તરીકે ગુજરાતના તેમજ દેશના જાહેરજીવન સાથે અડધી સદીથી પણ વધારે સમય સુધી તેઓ સંકળાયેલા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક અને પછીથી કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટીના કુલાધિપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમીના પ્રમુખ તેમજ દેશની સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની અનેક સંસ્થાઓના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી હતી. જાહેરજીવનના સામાજિક, રાજકીય અને આર્થિક સવાલો પ્રત્યેની તેમની સચિંત અને નિસબત ધરાવતા નાગરિક તરીકેની ઉલ્લેખનીય ભૂમિકા હતી.

ઉમાશંકર જોશી પોતાને ગુજરાતી સાહિત્યકાર કરતાં 'ગુજરાતીમાં લખતા એક ભારતીય સાહિત્યકાર' તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરતા હતા. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ