Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યોગાસનોમાં શિર્ષાસન આમ થોડા ભારે છે, પરંતુ શિર્ષાસન આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી છે. તેનો સૌથી મોટો ફાયદો તો એ છે કે એનાથી આંખોને ઘણો ફાયદો થાય છે અને જેનું વિઝન ઝાંખુ થઈ ગયું હોય તેમને શિર્ષાસનથી ઘણો થતો હોય છે.

જોકે શિર્ષાસનના બીજા લાભો વિશે તમને જણાવીએ એ પહેલાં તમને એક સલાહ અચૂક આપીશું કે ક્યારેય જો પહેલાં ક્યારેય તમે શિર્ષાસન નહીં કર્યું હોય તો ટ્રેનરની મદદ વિના એકલા ક્યારેય આ યોગાસન ટ્રાય નહીં કરવું. અને ગર્ભવતિ મહિલાઓએ ભૂલમાં પણ આ આસન ન કરવું. વળી, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે શિર્ષાસન પાંચ મિનિટથી વધુ નહીં કરવું.

હવે તેના ફાયદાઓ તરફ નજર કરીએ તો શિર્ષાસન આંખોને લગતી અનેક સમસ્યાઓ અને રોશની માટે અત્યંત કારગર છે. જેમને નાની ઉંમરે ઓછું દેખાતું હોય તેઓ શિર્ષાસનથી તેમની દૃષ્ટિમાં સુધારો કરી શકે છે. આ આસનથી માંસપેશીઓ અને હાડકાં અત્યંત મજબૂત થાય છે. વળી, તેમની કાર્યક્ષમતા પણ ઘણી વધી જાય છે.

શિર્ષાસન પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓમાં પણ તમને ઘણી રાહત કરાવી આપે છે. તો જેમને અસ્થમાની તકલીફ છે તેમણે ખાસ આ આસન કરવું. થોડા જ દિવસોના પ્રયોગ પછી તમને અસ્થમામાં ફરક દેખાશે. આ ઉપરાંત સાયનસના દર્દીઓ માટે પણ આ યોગાસન અત્યંત ખપનું છે. આ યોગાસનથી ગણતરીના દિવસોમાં સાયનસથી રાહત મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ