દેશમાં તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે. આગામી દિવસોમાં ભારતભરમાં હોળી અને ધૂળેટીનો તહેવારની ઉજવણી કરવામાં આવશે તે બાબતને ધ્યાનમાં રાખીને શહેરમાં આગામી તા.૨૦/૩/૨૦૧૯ના રોજ હોળી અને તા.૨૧/૩/૨૦૧૮ના રોજ ધુળેટીના તહેવારની ઉજવણી શહેરના જુદા જુદા વિસ્તાર, સાર્વજનિક જગ્યાઓમાં થતી હોય છે. આ ઉજવણી દરમિયાન પુરુષો, મહિલાઓ થતા બાળકો જાહેર રસ્તાઓ, જાહેર જગ્યાઓએ જતાં આવતાં રાહદારીઓ ઉપર તથા એકબીજા ઉપર કોરા રંગ, મિશ્રિત પાણી અથવા તેલી પદાર્થો કે તેલી વસ્તુઓ ફેંકતા હોય છે જેના કારણે જાહેર રસ્તાઓ, શેરીઓ, જાહેર જગ્યાએ પસાર થતી જનતાને અડચણ, ત્રાસ અથવા ઈજા થવાની તેમજ જાહેર સલામતી જોખમાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવી સંભાવના હોવાના કારણે આવા બનાવો ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર હિતાર્થે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેમાં તા. ૨૦/૩/૨૦૧૯ થઇ લઈને તા. ૨૨.૩. ૨૦૧૯ના ૨૪ કલાક સુધી નુકસાનકારક પ્રવૃત્તિ ન કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે.