સંસદનું શિયાળુ સત્ર શરુ થતાં પહેલા પીએમ મોદીએ કોંગ્રેસ સહિત સમક્ષ વિપક્ષ પર હળવો કટાક્ષ કરતા જણાવ્યું છે કે વિધાનસભા ચૂંટણીના પરાજયનો ગુસ્સો લોકસભામાં ન કાઢતા. બધા સાંસદોને આગ્રહ છે કે તે વધુને વધુ તૈયારીઓ સાથે આવે. સારી દરખાસ્તો મૂકે અને તે મુજબ કામ કરે. સાંસદ દરખાસ્ત મૂકે તો તેમા વાસ્તવિક અનુભવ હોય છ, પણ તેના પર ચર્ચા ન થાય તો દેશ કંઇક ગુમાવે છે.